સુરતઃ રોડ ક્રોસ કરતાં ડમ્પર પાછળ કેવી રીતે ઘૂસી ગયું બાઇક? વિદ્યાર્થીનું મોત, જુઓ LIVE VIDEO

Continues below advertisement
સુરત: કતારગામના આંબાતલાવડીમાં રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર પાછળ એક બાઇક ઘૂસી જતાં 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું છે. જોકે, પાછળ બેઠેલા એક વિદ્યાર્થીનો બચાવ થયો છે. આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સંપૂર્ણ અકસ્માત કેવી રીતે થયો તે જોઇ શકાય છે. એ.કે.રોડ પાસે આવેલી હરીઓમ સોસાયટી ખાતે રહેતો પ્રકાશ દિલીપભાઈ પાંભર તેના મિત્ર હરકેશ વિઠ્ઠલ પટોડિયા ગત રવિવારના રોજ બપોરના સુમારે ડબલ સીટ બાઈક પર કતારગામ આંબાતલાવડી રોડ પરથી પસાર થતાં હતાં. દરમિયાન રોડ ક્રોસ કરી રહેલા એક ડમ્પરમાં બાઈક ઘૂસી ગયું હતું. અકસ્માત થતા ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram