જૂનાગઢઃ ગીર જંગલ નજીકના રિસોર્ટમાં દિવાલ કૂદી ઘૂસ્યા ત્રણ સિંહ, જુઓ વીડિયો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢઃ એશિયાટિક સિંહના કારણે જાણીતા સાસણ ગીરમાં સિંહ માનવ વસ્તીમાં ફરતા જોવા મળવાની ઘટના વારંવાર બનતી રહેતી હોય છે ત્યારે સાસણ ગીર જંગલ નજીક આવેલા એક રિસોર્ટમાં ત્રણ સિંહો ઘૂસ્યા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે દીવાલ કૂદીને ત્રણ સિંહ અંદર ઘૂસ્યા હતા. એક સાથે ત્રણ-ત્રણ સિંહની આવી એન્ટ્રી તમે ક્યારેય નહીં જોઇ હોય. આ વીડિયો 4 મહિના અગાઉનો છે. દીવાલ કૂદતા સિંહો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને જ્યારે રિસોર્ટના કર્મચારીઓએ બૅકઅપ લેતી વખતે આ દ્રશ્ય જોયું ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા.
હજુ થોડા દિવસો પહેલા સિંહ એક ફાર્મ હાઉસમાં ઘૂસી આવ્યા હતા. એ દ્રશ્ય ધારીના જંગલ વિસ્તારના હતા અને આ દ્રશ્ય ગીર સાસણ ગીર નજીક આવેલા એક રિસોર્ટના છે. જેમાં ત્રણ નર સિંહ એક સાથે જોવા મળી રહ્યા છે.