બિહારઃ અરરિયા લોકસભા બેઠકમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટીનો વિજય થતાં ' ભારત તેરે ટૂકડે હોંગે' નારા લાગ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
પટણાઃ બિહારના અરરિયા લોકસભા બેઠકમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળની જીત બાદ ભારત વિરોધી નારા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વીડિયો નવા સાંસદ સરફરાજ આલમના ઘર નજીકનો છે. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
અરરિયાના પૂર્વ સાંસદ અને પેટાચૂંટણીમાં હારનારા ઉમેદવાર પ્રદીપસિંહે દાવો કર્યો હતો કે, આ વીડિયો આરજેડીના નવા સાંસદ સરફરાજ આલમના ઘર પાસેનો છે. તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. વીડિયોમાં કેટલાક યુવકો ભારત તેરે ટુકડે હોંગેના નારા લગાવતા જોઇ શકાય છે.
Continues below advertisement