સાસણગીરમાં એકસાથે જોવા મળ્યા નવ સિંહ, પ્રવાસીએ મોબાઇલમાં કેદ કર્યું આ દશ્ય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથ: ગીરના જંગલોમાંથી આરામથી ટહેલતા સિંહનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો સાસણ ગીર ની અંદરનો હોવાનું માનવામાં આવે છે. ગીરમાં સિંહોના દર્શન માટે આવેલા પ્રવાસીઓએ આ વીડિયો પોતાના મોબાઇલમાં શૂટ કરી વાયરલ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
શિકારની શોધમાં ફરતા એક સાથે નવ સાવજો વીડિયોમાં કેદ થયા હતા. નવ સિંહોમાં છ સિંહણ અને ત્રણ સિંહબાળ જોવા મળી રહ્યા છે. સિંહ બાળની સુરક્ષા માટે ત્રણ સિંહણ આગળ અને ત્રણ સિંહણ પાછળ આવે છે.