બિગ બોસ OTT 2 ચાહકોના મનોરંજન માટે તૈયાર છે. આ વખતે શોમાં ટીવી અભિનેત્રી આકાંક્ષા પુરી પણ જોવા મળશે. આકાંક્ષાની વાત કરીએ તો તે ઘણી વખત વિવાદોમાં આવી છે. 2022માં આકાંક્ષા શો 'મીકા દી વોટી'માં જોવા મળી હતી. આ શોમાં મીકા સિંહે તેને પોતાના પતિ તરીકે પસંદ કર્યો હતો. આકાંક્ષાએ શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી, જે બાદ તે ટ્રોલ પણ થઈ હતી. શોમાંથી બહાર આવ્યા બાદ આકાંક્ષા અને મીકા થોડા સમય માટે સાથે જોવા મળ્યા હતા. પરંતુ પછી અચાનક આકાંક્ષાએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કપલ નથી. આકાંક્ષાએ અનેક સીરિયલ્સ અને ફિલ્મોમા કામ કર્યું છે All Photo Credit: Instagram