રિપોર્ટ અનુસાર, એબીએ ડેનિયલને ભારતમાં તાજમહલ સામે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંન્નેએ પાંચ વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ડિવિલિયર્સે વર્ષ 2012માં આગ્રાના તાજમહલ સામે પોતાની ગર્લફ્રેન્ડ ડેનિયલને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ કપલ તે સમયે આઇપીએલના કારણે ભારતમાં હતું. એબી અને ડેનિયલે 30 માર્ચ 2013ના રોજ સાઉથ આફ્રિકામાં લગ્ન કર્યા હતા. ડેનિયલ આઇપીએલ દરમિયાન ડિવિલિયર્સ સાથે ભારત આવે છે. તે મેચમાં તેના પતિ અને તેમની ટીમને ચીયર કરવા સ્ટેડિયમમાં હાજર પણ રહે છે. એબી અને ડેનિયલના ત્રણ બાળકો છે. તેમ છતાં ડેનિયલ ખૂબ ફિટ છે. સ્ટાઇલ અને ફિટનેસમાં તે કોઇ એક્ટ્રેસથી ઓછી નથી. ડેનિયલ ડિવિલિયર્સ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.