હિન્દી અને પંજાબી ફિલ્મોના અભિનેતા મંગલ ધિલ્લોનનું આજે સવારે નિધન થયું છે.
તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા.
લુધિયાણાની કેન્સર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
હિન્દી, પંજાબી ફિલ્મ ઉદ્યોગમાં મંગલ ધિલ્લોનના નિધનથી શોકનું મોજું ફરી વળ્યું છે
મંગલ ધિલ્લોનનો જન્મ ફરીદકોટના પંજાબી પરિવારમાં થયો હતો.
તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ ત્યાંથી જ કર્યો. આ પછી તે પરિવાર સાથે ઉત્તર પ્રદેશ આવ્યો હતો
અભિનેતા હોવા ઉપરાંત, તેઓ લેખક અને ફિલ્મ નિર્દેશક પણ હતા.
. તેણે પોતાની અભિનય કારકિર્દી નાટકોમાં કામ કરીને શરૂ કરી હતી.
ઘણી હિન્દી ફિલ્મોની સાથે, તેણે ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલોમાં નકારાત્મક ભૂમિકાઓ પણ ભજવી હતી.
મંગલ ધિલ્લોને ખૂન ભરી માંગ, ઘાયલ સ્ત્રી, દયાવાન, ભ્રષ્ટાચાર, અકેલા, વિશ્વાત્મા, અંબા, અકેલા, જિંદગી એક જુઆ, દલાલ, સાહિબાન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને પોતાની એક અલગ ઓળખ બનાવી.