અદાએ પોતાની અદાઓથી ફેન્સના દિલને ફરી એકવાર ઘાયલ કરી દીધા છે તાજેતરમાં જ અદાએ જંગલની તસવીરો શેર કરીને બધાને ચોંકાવ્યા છે આ તસવીરોમાં અદા શર્માની નખરાંળી અદાઓ દેખાઇ રહી છે અદા શર્માએ પ્રાણીઓ સાથે ખાસ આર્ટ વાળી તસવીરો કરી શેર કરી છે અદા સુદીપ્તો સેનની ફિલ્મ 'ધ કેરળ સ્ટૉરી'ને લઇને ખુબ ચર્ચામાં છવાઇ ગઇ છે અદા શર્માનો જન્મ 11 મે 1992ના રોજ મુંબઈમાં એક હિન્દુ પરિવારમાં થયો હતો અદાના પિતા એસએલ શર્મા ભારતીય મર્ચન્ટ નેવીમાં કેપ્ટન રહી ચૂક્યા છે અદાએ મુંબઈની ઓક્સિલિયમ કૉન્વેન્ટ હાઈસ્કૂલમાંથી પોતાનો સ્કૂલનો અભ્યાસ કર્યો છે અદાએ ડાન્સ અને એક્ટિંગમાં કરિયર બનાવવા અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો તમામ તસવીરો અદા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે