ઐશ્વર્યા રાય બચ્ચન જ્યાં પણ જાય છે ત્યાં તેની પુત્રી આરાધ્યા તેની સાથે જોવા મળે છે. ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટ પરથી બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન ઐશ્વર્યા ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી. આરાધ્યાના લુકની વાત કરીએ તો તેણે બ્લુ ટી-શર્ટ સાથે બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું. સિમ્પલ લુકમાં આરાધ્યા ખૂબ જ સુંદર લાગતી હતી ઐશ્વર્યાએ આરાધ્યાનો હાથ પકડી રાખ્યો હતો. માતા અને પુત્રી બંનેએ પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા આરાધ્યા અને ઐશ્વર્યા ક્યાં જઈ રહી છે તે જણાવવામાં આવ્યું નથી.