ટીવી શો ‘અનુપમા’માં અનુજ કાપડિયાની ભાભી બરખાનું પાત્ર અશ્વેશા સાવંત નિભાવી રહી છે તે રિયલ લાઇફમાં ખૂબ ગ્લેમરસ છે. નોંધનીય છે કે અશ્વેશાની શોમાં એન્ટ્રી થઈ છે ત્યારથી સ્ટોરીએ ફરી જોર પકડ્યું છે. અશ્વેશા અનુપમા શોમાં નેગેટિવ રોલ કરી રહી છે. અશ્વેશા સાવંત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અશ્વેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે અશ્વેશાએ અગાઉ ટીવી શો ‘કુંડલી ભાગ્ય’માં મીરાનું પાત્ર ભજવ્યું છે. આ સિવાય તેણે ટીવી શો ‘સાત ફેરે’માં પણ કામ કર્યું છે. અશ્વેશાએ વર્ષ 2003માં શો ‘ક્યૂં કી સાસ ભી કભી બહુ’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. All Photo Credit: Instagram