TV કલાકાર તેમની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહેતા હોય છે. જાણીતી ટીવી સીરિયલ પંડ્યા સ્ટોરમાં રાવીના રોલમાં નજરે પડતી એક્ટ્રેસનું અસલી નામ એલિસ કૌશિક છે. રિલ લાઇફથી વિપરીત રિયલ લાઇફમાં તે એકદમ બોલ્ડ છે. એલિસ કૌશિકનો જન્મ 29 ઓક્ટોબર, 1997માં દિલ્હીમાં થયો છે. તેણે કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. પંડ્યા સ્ટોર સીરિયલમાં તે શિવા પંડ્યાની પત્ની રાવીનો રોલ કરી રહી છે. 2015માં સોની ટીવીની સીરિયલ સૂર્યપુત્ર કર્ણમાં ઉત્તરાની ભૂમિકા કરીને ટેલિવિઝન કરિયરની શરૂઆત કરી. 2019માં ટીવી સીરિયલ કહાં હમ કહાં તુમમાં પરીની ભૂમિકા ભજવી હતી. એલિસ કૌશિકના ફેંસની સંખ્યા દિવસને દિવસે વધી રહી છે. એલિસએ તેના ઈન્સ્ટાગ્રામ પર અનેક બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ