અનુપમાના કાવ્યા એટલે કે મદાલસા શર્મા મિથુન ચક્રવર્તીની પુત્રવધુ છે. કાવ્યા તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને ઘણી હેડલાઈન્સમાં રહે છે. મદાલસા શર્મા રીલ લાઈફ કરતા રિયલ લાઈફમાં વધુ સ્ટાઇલિશ છે. મદાલસા શર્મા માત્ર 30 વર્ષની છે, પરંતુ અનુપમામાં તે તેની ઉંમર કરતા મોટી મહિલાનું પાત્ર ભજવી રહી છે. મદાલસા શર્મા કોઈપણ આઉટફિટ કેમ ન પહેરે, તે ચાહકોના દિલ જીતવામાં સફળ સાબિત થાય છે મદાલસા શર્મા તેના ફોટા, વીડિયોના કારણે સતત સમાચારોમાં રહે છે. લેટેસ્ટ ફોટોમાં મદાલસા શર્મા બ્લેક શોર્ટ સ્કર્ટ અને બ્લેક ક્રોપ ટોપ પહેરેલી જોવા મળે છે. આ ફોટોશૂટમાં બ્લેક ડ્રેસની સાથે તેણે બ્લેઝર પહેર્યું છે. મદાલસાની આ તસવીરો પરથી ચાહકો માટે નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે.