બેલારુસની મહિલા ટેનિસ ખેલાડી અરિના સબાલેન્કા ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બની છે. સબલેન્કાએ એલેના રાયબાકીનાને 4-6, 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બન્યા બાદ તેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. સુંદરતાના મામલે તે મારિયા શારાપોવાને પણ ટક્કર મારે તેવી છે. તે સતત ફોટા અને રીલ્સ શેર કરે છે જેમાં મેચ ઉપરાંત અંગત ફોટા પણ છે. અરિના સાબાલેન્કાને ફરવાનો ખૂબ શોખ છે. તેનું સોશિયલ મીડિયા આવા ફોટાઓથી ભરેલું છે. બેલારુસના મિન્સ્કમાં જન્મેલા સબાલેન્કાના પિતા હોકી ખેલાડી છે અને તેણે અકસ્માતે ટેનિસ રમવાનું શરૂ કર્યું. સબલેન્કાના ઈન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધુ ફોલોઅર્સ છે.