ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદી અરેબિયાની ફૂટબોલ ક્લબ અલ-નાસર સાથે જોડાયો છે. દર વર્ષે રોનાલ્ડોને 200 મિલિયન યુરો એટલે કે લગભગ 1700 કરોડ રૂપિયા મળશે રોનાલ્ડોનો સમાવેશ વિશ્વના સૌથી ધનિક ખેલાડીઓમાં થાય છે. સાઉદીમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફોર સીઝન્સ હોટેલમાં રોકાયો છે, જે કિંગડમ સ્યુટમાં છે. રોનાલ્ડો જ્યાં રહે છે, તેના 17 રૂમ છે અને રિયાધમાં તેનું ભાડું 2.5 કરોડ રૂપિયા પ્રતિ માસ છે. રોનાલ્ડો જ્યાં સુધી તેને સાઉદીમા રહેવા માટે કાયમી જગ્યા ન મળે ત્યાં સુધી અહીં જ રહેશે. ગલ્ફ ન્યૂઝ અનુસાર, રોનાલ્ડોના ઘરથી રિયાદનો અદ્ભુત નજારો જોવા મળે છે. કિંગડમ ટાવર મધ્ય પૂર્વની સૌથી ઊંચી ઇમારતોમાંની એક છે અને તે ખૂબ જ વૈભવી છે. રોનાલ્ડોએ સાઉદી ક્લબ અલ-નાસર સાથે 3 વર્ષનો કરાર કર્યો. All Photo Credit: Instagram