ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની ત્રીજી સુપર ફોર મેચ આવતીકાલે રમાશે આ મુકાબલામાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે બુમરાહે શાનદાર કમબેક કર્યુ છે, તે પાકિસ્તાન માટે ખતરો સાબિત થઈ શકે છે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી છેલ્લી મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી જો સુપર ફોરની મેચ પણ વરસાદના કારણે પ્રભાવિત થશે તો રિઝર્વ ડે પર રમાશે બુમરાહે અનેક અવસર પર ભારત માટે મેચ વિનિંગ દેખાવ કર્યો છે તે પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાને વિકેટ અપાવી શકે છે બુમરાહના કારણે ભારતનું બોલિંગ એટેકે ઘણું મજબૂત થયું છે તે નેપાળ સામે રમ્યો હતો. અંગત કારણોસર ભારત પરત ફર્યો હતો. પરંતુ હવે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે