ભુવનેશ્વર કુમાર ભારતનો સ્વિંગ બોલર છે પોતાના સ્વિંગથી ભુવીએ વિશ્વના દિગ્ગજ બેટ્સમેનોને પરેશાન કર્યા છે પરંતુ શું તમે જાણો છો તેના સ્વિંગનું કનેકશન લવ સ્ટોરી સાથે છે ખુદ ભુવીએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો ભુવીની પત્નીનું નામ નુપૂર નાગર છે ભુવીએ જણાવ્યું કે, પ્રેમપત્રોએ તેને સ્વિંગ બોલર બનાવ્યો ભુવીને નુપૂરના ઘરે પ્રેમપત્રો એક ખાસ એંગલથી ફેંકવા પડતા હતા નુપૂરનું ઘર ભુવીના ઘરની બાજુમાં હતું, તેથી એંગલથી ચિઠ્ઠી ફેંકતો હતો આ ચિઠ્ઠી ફેંકવાનો અભ્યાસ તેને સ્વિંગ બોલિંગમાં ખૂબ કામ લાગ્યો હતો આ રીતે તેને ઈન અને આઉટ સ્વિંગમાં મદદ મળી હતી