ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવી છે. ગુરુ મજબૂત હોય તો વ્યક્તિ જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકે છે શ્રીહરિની કૃપાથી તેના ભક્તોના સંકટ દૂર થાય છે, ગુરુવારે વ્રત રાખવાના કેટલાક વિશેષ નિયમો બનાવાયા છે ગુરુવારના વ્રતની શરૂઆત પોષ માસથી કરવી જોઈએ, ગુરુવારના દિવસે પુષ્ય નક્ષત્ર હોય તો આ દિવસથી વ્રત કરવું શુભ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ પ્રિય છે. આ દિવસે પીળા રંગના વસ્ત્ર ધારણ કરી વિષ્ણુ ભગવાનની પૂજા કરો જો તમે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતા હો તો આ દિવસે કેળાનું સેવન ભૂલથી પણ ન કરો કેળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે, તેથી ગુરુવારના દિવસે કેળના વૃક્ષને જળ ચઢાવો. ગુરુવારના દિવસે ગોળ, પીળું કાપડ, ચણાની દાળ તથા કેળા ગરીબોને દાનમાં દો. તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ બની રહે છે જો તમે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત કરો છો તો આ દિવસે પીળું ભોજન જ ગ્રહણ કરો આ દિવસે ભૂલથી પણ કાળી દાળની ખિચડી અને ચોખાનું સેવન ન કરો. માન્યતા છે કે આ દિવસે ચોખા ખાવથી ધનહાનિ થાય છે ગુરુવારના દિવસે નખ, વાળ ન કાપવા જોઈએ, તેનાથી ગુરુ નબળો પડે છે અને ધન હાનિ પણ થાય છે