શનિદેવને ગ્રહોમાં ન્યાયાધીશ માનવામાં આવે છે, તેઓ કઠોર પરિશ્રમના કારક છે તેમની ચાલ સૌથી ધીમી છે, તેથી તેમનો પ્રભાવ પણ એક રાશિ પર લગભગ અઢી વર્ષ સુધી રહે છે સાડાસાતી, ઢૈયા અને કુંડળીમાં શનિ મહાદશાનો સમય વ્યક્તિને સૌથી વધુ પ્રભાવિત કરે છે જ્યોતિષ અનુસાર, શનિ દેવના કુંભમાં ગોચર કરવાથી કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર ઢૈયા શરૂ થઈ ગઈ છે જેનાથી વર્ષ 2024ની શરૂઆતમાં તેમને સ્વાસ્થ્યને લઈ પરેશાની થઈ શકે છે શનિ દેવની કુંભ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલે છે મીન રાશિના લોકો પર સાડાસાતીનો પ્રભાવ શરૂ થઈ ગયો છે આ સમયે તમારે નવું કામ શરૂ કરવાથી બચવું જોઈએ