ઓસ્ટ્રેલિયન લિમિટેડ ઓવરના કેપ્ટન એરોન ફિન્ચે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

તે 11 સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં છેલ્લી વખત ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.

ફિન્ચે પોતાના ખરાબ ફોર્મને કારણે આ નિર્ણય લીધો છે.

ઓસ્ટ્રેલિયન કેપ્ટન લાંબા સમયથી આ ફોર્મેટમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.

છેલ્લી 7 ઇનિંગ્સમાં તેના બેટમાંથી માત્ર 26 રન જ આવ્યા છે.

આગામી T20 વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.

ફિન્ચ રવિવારે કેર્ન્સના કાજલિસ સ્ટેડિયમમાં તેની 146મી અને અંતિમ વનડે રમશે.

આ ફોર્મેટમાં કેપ્ટન તરીકે આ તેની 54મી મેચ હશે.

આ ખેલાડીએ 39.14ની એવરેજથી 5401 રન બનાવ્યા છે. ફિન્ચના નામે આ ફોર્મેટમાં 17 સદી છે.

ગ્લેન મેક્સવેલ અને પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમના કેપ્ટન બનવાના પ્રબળ દાવેદાર છે.

Thanks for Reading. UP NEXT

વિરાટ કોહલીની 100મી T20

View next story