ટીવી એક્ટ્રેસ અવનીત કૌરની સોશિયલ મીડિયા પર 31 મિલિયનની ફેન ફોલોઇંગ છે. 21 વર્ષીય અવનીત કૌરને બોલિવૂડ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અવનીતે માત્ર 8 વર્ષની ઉંમરે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. અવનીત 'અલાદ્દીન'માં 'પ્રિન્સેસ યાસ્મીન'ની ભૂમિકામાં જોવા મળી ત્યારથી અભિનેતા સિદ્ધાર્થ નિગમ સાથેની તેની કેમેસ્ટ્રીની ખૂબ ચર્ચા થઈ. બંન્નેએ હંમેશા અફવાઓને નકારી કાઢી છે. એક રિપોર્ટ અનુસાર, અવનીત કૌરનું દિલ 'મિસ્ટ્રી મેન' માટે ધડક્યું છે. હિંદુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, અવનીત કૌર નિર્માતા રાઘવ શર્મા સાથે રિલેશનશિપમાં છે. અવનીત અને રાઘવ એકબીજાને લાંબા સમયથી ઓળખે છે રાઘવ એક પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલો છે અને અવનીતે આ બેનર હેઠળ ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે All Photo Credit: Instagram