એક્ટ્રેસ અવનીત કૌર હાલમાં તેની આગામી ફિલ્મ 'ટીકૂ વેડ્સ શેરુ' માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અવનીત બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે રોમાન્સ કરતો જોવા મળશે. અવનીત તેના બોલ્ડ લુકને લઈને ઘણી વાર ચર્ચામાં રહે છે. તસવીરમાં અવનીત લાલ ડ્રેસમાં સુંદર લાગી રહી છે. અવનીત કૌરે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે તેણે રિયાલિટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર'થી કરિયર બનાવ્યું હતું. આ પછી અવનીત 'ડાન્સ કે સુપરસ્ટાર' શોનો પણ ભાગ રહી ચૂકી છે. અવનીતે વર્ષ 2018માં ટીવી સીરિયલ 'અલાદ્દીન'માં 'જાસ્મિન'ની ભૂમિકા ભજવી લોકપ્રિયતા મેળવી હતી. અવનીત કૌરે રાણી મુખર્જી સાથે ફિલ્મ 'મર્દાની'માં પણ કામ કર્યું છે. All Photo Credit: Instagram