નાના પડદાની આનંદી ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અભિનેત્રી અવિકા ગૌરે હાલમાં જ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે ફિલ્મ સાઈન કરી છે. અવિકા ગૌર હવે મોટા પડદા પર પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવવા તૈયાર છે. બાલિકા વધૂ પછી અવિકા ઘણી સિરિયલોમાં જોવા મળી છે. ટીવીની દુનિયામાં ધૂમ મચાવ્યા બાદ અવિકા હવે બોલિવૂડમાં પગ મુકવા જઈ રહી છે. વિક્રમ ભટ્ટે સોશિયલ મીડિયા પર અવિકા ગૌર અને મહેશ ભટ્ટ સાથેની એક તસવીર શેર કરી છે. અવિકા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. વિક્રમ ભટ્ટે જણાવ્યું હતું કે આ ફિલ્મનું નિર્દેશન ક્રિષ્ના ભટ્ટ કરશે અવિકા ‘બાલિકા વધૂ’, ‘સસુરાલ સિમર કા’ અને ‘લાડો વીરપુર કી મર્દાની’ સિરિયલોમાં જોવા મળી છે. All Photo Credit: Instagram