ડ્રાયફ્રૂટ્સ ખાવાના ઘણા ફાયદા છે ડાયેટિશિયન્સ ઘણીવાર સૂકા ફળોને પલાળીને ખાવાની ભલામણ કરે છે. કિસમિસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ખાલી પેટે પલાળેલી કિસમિસ ખાવાથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે. આ હાડકાંને ભરપૂર માત્રામાં કેલ્શિયમ પ્રદાન કરે છે કિસમિસમાં અનેક પ્રકારના મિનરલ્સ, વિટામિન્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે. દરરોજ પલાળેલી કિસમિસ ખાવાથી તમે ઘણી બીમારીઓથી દૂર રહેશો. પલાળેલી કિસમિસ ખાવાથી હિમોગ્લોબીન વધે છે દરરોજ ખાલી પેટ કિસમિસ ખાવાથી તમને એનિમિયાથી પણ બચાવે છે. કિસમિસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.