વૈશાખી અમાસ શનિ જયંતી તરીકે ઓળખાય છે. જે શનિદેવની કૃપા મેળવવા માટે સર્વોત્તમ દિવસ માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે શનિ રાજાને રંક બનાવી દે છે અને રંકને રાજા બનાવી દે છે

એવું કહેવાય છે કે શનિ રાજાને રંક બનાવી દે છે અને રંકને રાજા બનાવી દે છે

શનિ મહારાજનો પ્રકોપ મહાનુભાવોનાં જીવનમાં પણ પડ્યો છે.

શનિ મહારાજને જયોતિષમાં ‘દંડનાયક’ની ઉપમા આપવામાં આવી છે. જે સાચા ખોટાનો નિર્ણય કરે છે.

ખગોળશાસ્ત્ર અનુસાર શનિ સૂર્યમંડળનો છઠ્ઠો ગ્રહ છે, ગુરુ પછી તે બીજો સૌથી મોટો ગ્રહ છે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ એક એક રાશિને સાડા સાત વર્ષ ઉપદ્રવ કરે છે.

પશ્ચિમી જ્યોતિષશાસ્ત્રમાં સેટર્ન નામનો દેવતા ઘણો ઘાતકી અને અસભ્ય વર્ણવવામાં આવ્યો છે. આથી શનિને સેટર્ન નામ આપવામાં આવ્યું છે.

શનિનો સ્વભાવ શુષ્ક, ઠંડો, સંકોચવાળો અને અડચણ કરનારો છે. તેની અસર હાડકાં, સાંધા, ગુદા, દાંત, ગોઠણ વગેરે ઉપર હોય છે.

શનિ નાડીનો અધિપતિ છે. આ ગ્રહમાં જન્મનાર કીર્તિ-દ્ગવ્ય ખોવે, તેના લોહીના સંબંધથી જોડાયેલા વ્યક્તિથી વિખૂટા પડવાનો અવસર આવી શકે છે અને ઘણાં દુ:ખ વેઠવા પડે તેવું પણ મનાય છે

શનિ મહારાજને લગતી કેટલીક કથાઓ પ્રચલિત છે, જે અનુસાર કહેવાય છે કે બાળપણમાં શનિદેવ ખૂબ નટખટ હતા. ભાઈભાંડુ સાથે બનતું ન હતું.

Disclaimer: કોઈપણ માન્યતા કે માહિતીનો અમલ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. એબીપી ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી.