વડાપ્રધાન મોદીએ બુધવારે રાજસ્થાનની મુલાકાત લીધી હતી. તેમણે નાથદ્વારામાં વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરાની હતી. નાથદ્વારામાં શ્રીનાથજીના ચરણોમાં શીશ નમાવતાં પીએમ મોદી. પીએમ મોદીએ કહ્યું કે ભગવાન શ્રીનાથજી અને મેવાડની આ વીર ધરા પર આગમનની મને ફરી એકવાર તક મળી. નાથદ્વારામાં શ્રીમહાપ્રભુજી બેઠકના દર્શન કરતાં પીએમ મોદી PM મોદીએ કહ્યું, મેં શ્રીનાથજીથી આઝાદીના આ અમૃતકાળમાં વિકસિત ભારતની સિદ્ધી માટે આશીર્વાદ માગ્યા છે. PM મોદીનું સ્વાગત કરતાં નાથદ્વારાના તિલકાયત ગોસ્વામી વિશાલ બાવા શ્રીનાથજી મંદિર ટ્રસ્ટ અને નાથદ્વારાના તિલકાયત વિશાલ બાવાએ પીએમ મોદીને શ્રીનાથજીનું ચિત્ર અર્પણ કર્યું. તિલકાયત વિશાલબાવા સાથે વાત કરતાં પીએમ નરેન્દ્ર મોદી.