બિગ બોસ એક એવો રિયાલિટી શો છે, જેમાં ઘણી વિચારધારાના લોકો લાંબા સમય સુધી એક જ છત નીચે રહે છે

દર વખતે બિગ બોસના ઘરમાં દરરોજ ઉગ્ર લડાઈ જોવા મળી રહી છે

બિગ બોસના ઘરમાં ચાલતા ઝઘડાના કારણે સ્વસ્થ વ્યક્તિ પણ તણાવમાં આવી જાય છે

હાલમાં શોની સ્પર્ધક નિમૃત આહલુવાલિયા ખૂબ જ પરેશાન છે

તાજેતરમાં પ્રસારિત થયેલા એપિસોડમાં તે રડતી જોવા મળી હતી.

બિગ બોસ 16માં નિમૃત કૌર અહલુવાલિયા એક મજબૂત કંટેસ્ટટ તરીકે સામે આવી છે

બિગ બોસ નિમ્રિતને બધું વિગતવાર જણાવવા કહે છે, તે કેવું અનુભવી રહી છે. આ પછી તે રડવા લાગે છે.

નિમ્રિત બિગ બોસને કહે છે કે ત્રણ-ચાર દિવસથી મારી તબિયત સારી નથી, હું ક્લોસ્ટ્રોફોબિક અનુભવું છું, મને ખબર નથી કે તમે અત્યાર સુધી મારા સ્વભાવને સમજી શક્યા છો કે નહીં

તેણે કહ્યું મને ઊંઘ નથી આવતી કારણ કે મારા મગજમાં ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે.

બિગ બોસ નિમ્રિતને પૂછે છે કે શું ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે જેની સાથે તે પોતાના દિલની વાત શેર કરી શકે