ટિકટોક સ્ટાર અને બીજેપી નેતા સોનાલી ફોગાટનું 42 વર્ષની વયે આજે ગોવામાં હાર્ટ એટેકથી અવસાન થયું છે. સોનાલીએ વર્ષ 2006માં એન્કરિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે હિસાર દૂરદર્શન માટે એન્કર કરતી હતી. 2008માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2019માં ભાજપની ટિકિટ પર આદમપુરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. સોનાલીએ પંજાબી અને હરિયાણવી ફિલ્મો, મ્યુઝિક વીડિયો કર્યા હતા. વર્ષ 2019 માં, તેણે ફિલ્મ છોરીયાં છોરોં સે કમ નહીં હોતીમાં કામ કર્યું. 2016માં સોનાલીના પતિ સંજય ફોગટ પણ ફાર્મ હાઉસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બિગ બોસ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તેના પતિના મૃત્યુ બાદ ઘણા લોકોએ તેને માનસિક રીતે પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો. સોનાલીને યશોધરા ફોગાટ નામની પુત્રી પણ છે. સોનાલીની દીકરી મુંબઈમાં જ ભણે છે. બિગ બોસમાં સોનાલીએ રાહુલ વૈદ્યને કહ્યું હતું કે તેના પતિના મૃત્યુ બાદ તેના જીવનમાં આવી વ્યક્તિ આવી હતી. સોનાલીએ જણાવ્યું હતું કે કેટલાક કારણોસર આ સંબંધ આગળ વધી શક્યો ન હતો અને તેણે પોતે જ તે વ્યક્તિથી દૂરી લીધી હતી. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ