મલ્લિકા શેરાવતનો બોલ્ડ લૂક મલ્લિકાના બોલ્ડ લૂકની ખુબ ચર્ચા થઇ રહી છે મર્ડર અને ખ્વાહિશ ફિલ્મોમાં તેણે બોલ્ડ સીન કર્યા છે મલ્લિકા હાલમાં તેણે કરેલા એક ખુલાસાના કારણે ચર્ચામાં છે મલ્લિકાએ કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મીડિયાના એક ગ્રુપે તેને મેન્ટલી ટોર્ચર કરી તેણે કહ્યું કે લોકો માત્ર મારા શરીર વિષે વાતો કરતા હતા તેણે કહ્યું કોઈ મારી એક્ટિંગ વિશે વાત નહોતું કરતું. અભિનેત્રીએ ફિલ્મ મર્ડરમાં તેના પાત્રની સરખામણી દીપિકા પાદુકોણની ફિલ્મ ગહેરાઈયાં સાથે કરી તેણે કહ્યું કે દીપિકા પાદુકોણે ગહેરાઈયાંમાં જે કામ કર્યું છે, તે મેં 15 વર્ષ પહેલા ફિલ્મ મર્ડરમાં કર્યું છે. તે સમયે કિસ અને બિકીની વિશે ઘણી વાતો કરવામાં આવી હતી, કારણ કે ત્યારે લોકો ખૂબ જ સંકુચિત માનસિકતા વાળા હતા.