બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે આખરે માતા-પિતા બનવાની સત્તાવાર જાહેરાત કરી છે. એક્ટ્રેસ બિપાશાએ તેના સોશિયલ મીડિયા પર બેબી બમ્પની તસવીરો શેર કરી છે. આ ફોટોમાં બિપાશાની સાથે કરણ સિંહ ગ્રોવર પણ જોવા મળી રહ્યો છે. ફેન્સને ખુશખબર આપતા બિપાશાએ તેના કેપ્શનમાં લખ્યું, એક નવો સમય, એક નવો તબક્કો, અમારા જીવનમાં એક નવો પ્રકાશ ઉમેરાયો છે, .અમે એકબીજાને મળ્યા અને ત્યારથી અમે બે બની ગયા. પણ બહુ જલ્દી...અમે બે થી ત્રણ થવાના છીએ. બિપાશાએ જાહેરાતની સાથે લખ્યું, આપના બિનશરતી પ્રેમ, પ્રાર્થના અને શુભેચ્છાઓ બદલ આપ સૌનો આભાર. બિપાશા અને કરણ એક ફિલ્મના સેટ દરમિયાન મળ્યા હતા અને આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આખરે બંનેએ વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા બિપાશા તેની એક્ટિંગની સાથે હોટનેસ માટે જાણીતી છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ