બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હોવાનો પોતે ખુલાસો કરી ચૂકી છે અભિનેત્રી મંદાના કરીમીએ પણ કાસ્ટિંગ કાઉચનો ખુલાસો કર્યો હતો તેણે કહ્યું હતું કે ઓડિશન દરમિયાન એક ડિરેક્ટરે તેની સાથે અશ્લીલ હરકતો કરવાનો પ્રયાસ કર્યો હતો. મંદાનાએ ફિલ્મ મેકર સાજિદ ખાન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. મંદાનાએ કહ્યું હતું કે, હમશકલ્સ ફિલ્મના કાસ્ટિંગ માટે હું સાજિદ સાથે એક રૂમમાં હતી સાજિદે મને કહ્યું કે તારે કપડાં ઉતારવા પડશે તો તમને આ રોલ મળી શકે છે. મંદાનાએ કહ્યું હતું કે તે સાજિદના આ શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. બિગ બોસ 9ની સ્પર્ધક મંદાના કરીમીએ માર્ચ 2017માં બિઝનેસમેન ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ માત્ર ત્રણ મહિનામાં જ તેમના લગ્નજીવનમાં તેઓ અલગ થઇ ગયા હતા All Photo Credit: Instagram