‘સ્ત્રી 2’ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી 2’ લોકોને ખૂબ પસંદ આવી રહી છે આ ઓનસ્ક્રીન કપલની ફિલ્મએ એક સપ્તાહની અંદર અનેક રેકોર્ડ તોડ્યા છે ‘સ્ત્રી 2’ ફિલ્મને લઇને ફેન્સમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે ઓપનિંગ ડે પર ‘સ્ત્રી 2’એ 51.08 કરોડની કમાણી કરી હતી ફિલ્મ રીલિઝ થયાને હજુ છ દિવસ થયા છે છ દિવસમાં ફિલ્મએ કરોડો રૂપિયાની કમાણી કરી છે આવો જાણીએ ‘સ્ત્રી 2’ ફિલ્મએ કેટલી કમાણી કરી છે Sacnilkના રિપોર્ટ અનુસાર, ‘સ્ત્રી 2’એ છઠ્ઠા દિવસે 25 કરોડની કમાણી કરી છે આ સાથે જ ‘સ્ત્રી 2’એ 250 કરોડની ક્લબમાં સામેલ થઇ ગઇ છે