ચાહત ખન્ના એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે

તેણી સોની ટીવીના લોકપ્રિય શો બડે અચ્છે લગતે હૈ માં આયશા શર્મા અને કુબૂલ હૈ માં નિદા બેગ તરીકેની ભૂમિકાઓ માટે જાણીતી છે.

તેણીએ 16 વર્ષની ઉંમરે 2002માં કેડબરી જાહેરાતથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેણી કુમકુમ - એક પ્યારા સા બંધન અને કાજલ જેવી સિરિયલોમાં પણ જોવા મળી છે.

ટીવી ઉપરાંત તેણીએ સંજય દત્ત અભિનીત 7.5 ફેરે, એક મેં એક તુમ, થેંક યુ, અને પ્રસ્થાનમ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ચાહતના અંગત જીવન વિશે ઘણી ચર્ચા થઈ છે. તેણીના બે લગ્ન થયા છે, જે બંને નિષ્ફળ ગયા.

2006માં ભરત નરસિંહાણી સાથેના તેના પહેલા લગ્ન થોડા મહિનામાં જ ખતમ થઈ ગયા હતા

2013માં તેણીએ ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા, જેની સાથે તેણીને બે પુત્રીઓ છે. 2018માં તેણીએ શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવીને છૂટાછેડા લીધા.

2024માં તેણીએ ખુલાસો કર્યો કે તેણીના બીજા લગ્ન દરમિયાન તેણીને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પાડવામાં આવી હતી

All Photo Credit: Instagram