બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ JNU માટે ચર્ચામાં છે. ઉર્વશીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટની તસવીરો ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે તસવીરોમાં ઉર્વશી બ્લૂ શિમરી સ્કર્ટ અને ક્રોપ ટોપમાં જોવા મળી છે. નોંધનીય છે કે અગાઉ એવા અહેવાલ હતા કે એક્ટ્રેસ રાજકારણમાં જોડાઇ શકે છે આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પણ લડી શકે છે. ઉર્વશી રૌતેલાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ માહિતી આપી હતી. ઉર્વશી રૌતેલા રવિ કિશન સાથે ફિલ્મ JNUમાં જોવા મળશે. આ ફિલ્મ 5 એપ્રિલ, 2024ના રોજ રિલીઝ થશે. All Photo Credit: Instagram