પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સ, સેમ અસગરી સત્તાવાર રીતે લગ્નના બંધનમાં બંધાઈ ગયા સ્પીયર્સના બાળકો લગ્નમાં આવ્યા ન હતા, પરંતુ તેમણે દંપતીને શુભેચ્છા પાઠવી હતી બ્રિટની સ્પીયર્સનાં ત્રીજાં લગ્નમાં ભૂતપૂર્વ પતિએ ધમાલ મચાવી બ્રિટનીએ કેલિફોર્નિયાના થાઉઝન્ડ ઓક્સમાં સ્પીયર્સના નિવાસસ્થાને એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા જેમાં મેડોના, સેલેના ગોમેઝ, ડ્રૂ બેરીમોર અને પેરિસ હિલ્ટન સહિતના મહેમાનો હાજર રહ્યા હતા બ્રિટનીએ સાત મહિના પહેલાં એન્ગેજમેન્ટ કરી હતી. બંને માતાપિતા પણ બનવાનાં હતાં પરંતુ બે મહિના પહેલાં જ બ્રિટનીને મિસકેરેજ થઈ ગયું હતું. બ્રિટની તેની ફેશન અને બોલ્ડ સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે બ્રિટનીના પિતા જેમી સ્પીયર્સ, માતા લિન સ્પીયર્સ અને બહેન જેમી લિન સ્પીયર્સ પણ લગ્નમાં સામેલ થયા ન હતા.