હેલ્થ પ્લાન લેતા પહેલા તેની શરતોને ધ્યાનથી વાંચો અને સમજો દરેક હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીના નિયમ અલગ અલગ હોય છે એક કંપની પર જ ભરોસો ન કરવો જોઈએ, બીજી કંપની સાથે પણ તુલના કરો કેટલા રૂપિયાના પ્રીમિયમમાં કઈ બીમારીનું કેટલું કવર મળી રહ્યું છે તે જાણી લો હેલ્થ કવર લેતા પહેલા તેમાં ચેકઅપની સુવિધા છે કે નહીં તે ચેક કરો ગંભીર બીમારી, પહેલાથી જ રહેલી બીમારી અને એક્સિડેંટના મામલાં કંપનીનો નિયમ શું છે તે જાણો હેલ્થ કવર જેટલું વહેલું લેશો બાદમાં એટલું પ્રીમિયમ ઓછું ચૂકવવું પડશે ઓછી ઉંમરમાં હેલ્થ ઈન્શ્યોરન્સ લેવાથી કોઈપણ શરત વગરનો ફાયદો મળે છે દર વર્ષે રિન્યુ કરાવવાથી તમને નો ક્લેમ બોનસનો પણ લાભ મળે છે મોટી ઉંમરે હેલ્થ ઈન્શ્યોરન્સ લેવાથી કવરેજ ઓછું થઈ જાય છે અને પ્રીમિયમ વધારે ચુકવવું પડે છે