સુબ્રત રોયની સામાન્ય માનવીથી દિગ્ગજ કારોબારી બનવા સુધીની સફર ઘણી રસપ્રદ રહી ગંભીર બીમારી બાદ મંગળવારે તેમનું નિધન થયું સુબ્રતે કરિયરની શરૂઆત નમકીન સ્નેક વેચવાથી કરી હતી તેઓ લૈંબ્રેટા સ્કૂટર પર જયા પ્રોડક્ટ નામથી સ્નેક્સ વેચતા હતા 1978માં તેમણે ગોરખપુરમાં એક નાની ઓફિસથી સહારાનો પાયો નાંખ્યો હતો જોત જોતામાં હજારો લોકો તેમાં જોડાયા અને સુબ્રત રોય સહારાશ્રી બની ગયા કારગિલ યુદ્ધમાં સહારાએ શહીદોના પરિવારજનોને આર્થિક સહાય કરી હતી આ યોગદાન માટે તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ તેમની પ્રશંસા કરી હતી તેના પતનની શરૂઆત સહારા ગ્રુપની કંપની પ્રાઈમ સિટીના આઈપીઓથી થઈ આ માટે તેમને જેલ પણ જવું પડ્યું હતું