આપણે હંમેશા શક્ય તેટલી બચત કરવાનો પ્રયાસ કરવો જોઇએ પરંતુ આપણી કેટલીક ખોટી આદતોને કારણે આ શક્ય નથી બનતું.



આજે અમે તમને કેટલીક નાણાકીય ટિપ્સ આપીશું જેની મદદથી તમે વધુમાં વધુ બચત પણ કરી શકશો.



આ બચત તમને નાણાકીય સમસ્યાઓથી બચાવવામાં પણ મદદ કરશે.



જો તમે આ દિવાળીમાં આ ખરાબ આદતો છોડી દો છો તો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે



ખોટા ખર્ચ કરવાની આપણી આદતથી આપણે પૈસા બચાવી શકતા નથી.



સ્થિતિમાં આપણે આ દિવાળીમાં બચત ન કરવાની આદત છોડવી પડશે. તમે બચત માટે 50-30-20 નિયમનું પાલન કરી શકો છો.



આ નિયમ અનુસાર, તમારે હંમેશા તમારા પગારના 20 ટકા બચાવવા જોઈએ.



બચતની સાથે રોકાણ કરવું પણ જરૂરી છે. આજના સમયમાં રોકાણ કરવા માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. જોખમ સાથે રોકાણ કરવા માટે તમે SIP, સ્ટોક, બોન્ડ વગેરેમાં રોકાણ કરી શકો છો.



જો તમે કોઈ જોખમ લેવા માંગતા નથી તો તમે સરકાર દ્વારા ચલાવવામાં આવતી FD, ગોલ્ડ અને સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકો છો.



આજના સમયમાં લોકો ફરવા અથવા કારનો શોખ પૂરો કરવા માટે લોન લે છે.



આ પ્રકારનું દેવું હંમેશા ટાળવું જોઈએ કારણ કે તે એક પ્રકારનું દૂષણ છે જે શરૂઆતમાં સારું લાગે છે પરંતુ પછીથી ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે.



તમારે આજે જ એક સારી હેલ્થ પોલિસી લેવી જોઇએ. જે તમને આર્થિક રીતે મદદ કરશે



ઘણા લોકો શો ઓફના નામે બિનજરૂરી ખર્ચ કરે છે. લોકો મોંઘી હોટલો, પાર્ટીઓ વગેરે પર વધારાનો ખર્ચ કરે છે જે અર્થહીન છે.



તમારે આવા ખર્ચાઓ ટાળવા જોઈએ અને દેખાડો કરવાની આદત છોડવાનો પ્રયાસ કરવો જોઈએ.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.