સીટીસી અને સેલેરીમાં શું અંતર હોય છે. સીટીસી અને સેલેરી વચ્ચે અનેક અંતર હોય છે આવો જાણીએ સીટીસીનો અર્થ થાય છે Cost to Company, આ એ ખર્ચ હોય છે જે કંપની કોઇ કર્મચારી પર કરે છે સેલેરી તે રકમ છે જે કર્મચારીને દર મહિને મળે છે જેને ઇન-હેન્ડ સેલેરી પણ કહે છે CTCમાં બેઝિક સેલેરી, હાઉસ રેન્ટ એલાઉન્સ, મેડિકલ ઇન્શ્યોરન્સ, પ્રોવિડન્ટ ફંડ અને અન્ય ભથ્થા સામેલ હોય છે સેલેરીમાંથી ટેક્સ, પીએફ અને અન્ય કપાત કરવામાં આવે છે. ત્યારબાદ ઇન હેન્ડ સેલેરી મળે છે બેઝિક સેલેરી સીટીસીનો એક હિસ્સો હોય છે અને તે સેલેરીનો મુખ્ય ભાગ હોય છે સીટીસીમાં વિવિધ ભથ્થા સામેલ હોય છે જેમ કે એચઆરએ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વગેરે ઇન હેન્ડ સેલેરી તે રકમ છે જે તમામ કપાત બાદ કર્મચારીના ખાતામાં જમા થાય છે સીટીસીને વાર્ષિક પેકેજના રૂપમાં જોવામાં આવે છે જ્યારે સેલેરી મહિને આવે છે.