સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ છે
શુક્રવાર, 14 નવેમ્બરના રોજ,સોના-ચાંદીના કિંમતીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ડિસેમ્બરની સમાપ્તિ સાથે સોનાના વાયદામાં શુક્રવારે આશરે ₹3,300નો ઘટાડો થયો હતો
ચાંદીમાં પણ આશરે ₹6,900નો ઘટાડો થયો હતો
આનાથી રોકાણકારોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે સોનાના ભાવ વધશે કે ઘટશે?
મનીકન્ટ્રોલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે
લક્ષ્મી ડાયમંડ્સના ચેરમેન અને એમડી ચેતન મહેતાએ મનીકન્ટ્રોલને જણાવ્યું હતું કે, વૈશ્વિક કેન્દ્રીય બેંકો અને રોકાણકારો આગામી દિવસોમાં સોનાની ખરીદી ચાલુ રાખે તેવી શક્યતા છે
મહેતાએ જણાવ્યું હતું કે દિવાળી પછી સોનાના ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો છે
ચેતન મહેતાએ વધુમાં સમજાવ્યું કે આ વખતે સોનાની ખરીદીમાં એક અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે
લોકો મોટા પ્રમાણમાં જૂના સોનાનું વિનિમય કરી રહ્યા છે
ડિસ્ક્લેમર: (અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. માર્કેટમાં રોકાણ જોખમોને આધીન છે. એબીપી અસ્મિતા ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી