ખોરાક ખાવાનો પણ એક સમય હોય છે મોટાભાગના લોકો રાત્રિભોજન ખૂબ મોડું કરે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે રાત્રિનું ભોજન સૂવાના ત્રણ કલાક પહેલા ખાવું જોઈએ એટલે કે સૂવા અને ખાવા વચ્ચે ત્રણ કલાકનું અંતર હોવું જોઈએ. આમ કરવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે રાત્રે વહેલા જમવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. વહેલું ખાવાથી સારી ઊંઘ આવે છે સ્થૂળતા વધતી નથી આ સાથે કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત મળે છે.