Cannes 2023: ઇશા ગુપ્તાની કાન્સમાં જોવા મળી ગ્લેમરસ સ્ટાઈલ

ઇશા ગુપ્તા ફિલ્મોમાં પોતાનો ચાર્મ ફેલાવી રહી છે. પરંતુ આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલ 2023માં શરૂઆતના દિવસથી જ તેની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી રહી છે.

સારા અલી ખાન, માનુષી છિલ્લર, એશા ગુપ્તા, મૃણાલ ઠાકુર તેમની કાન્સ સ્ટાઈલથી લોકોમાં ઘણી ચર્ચા જગાવી રહી છે.

તમને જણાવી દઈએ કે વિશ્વના સૌથી મોટા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ કેન્સ 2023ની 76મી સીઝન 16 મેના રોજ ફ્રેન્ચ રિવેરિયામાં શરૂ થઈ છે.

આ વખતે બોલિવૂડની ઘણી હસ્તીઓએ તેમના ડેબ્યુ દિવસથી જ તેમના પોશાક માટે પ્રશંસા મેળવી છે.

તાજેતરમાં અભિનેત્રી ઇશા ગુપ્તાએ કાન્સના બીજા દિવસે બ્લેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો.

ઇશા ગુપ્તાએ સ્મોકી આઈશેડો, શાઈની હાઈલાઈટર, ન્યુડ ગ્લોસી લિપશેડ, શાર્પ કોન્ટૂર, સ્લીક આઈલાઈનર અને લેશ પર હેવી મસ્કરા લગાવીને તેના લુકને પૂરક બનાવ્યો હતો.