લગ્ન બાદ આ પ્રેમી યુગલ પ્રથમવાર તેમનો વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યું છે.



મૌની રોય અને સૂરજ નામ્બિયારે જાન્યુઆરી 2022માં ગોવામાં ડ્રીમ વેડિંગ કર્યું હતું. બંનેના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.



કપલનો પહેલો વેલેન્ટાઈન ડે આવી ગયો છે. આ વેલેન્ટાઈન ડે મૌની અને સૂરજ માટે ખૂબ જ ખાસ અને રોમેન્ટિક રહેવાનો છે.



રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન નવેમ્બર 2021માં થયા હતા.
લગ્ન પછી આ વર્ષે રાજકુમાર રાવ અને પત્રલેખા તેમનો પહેલો વેલેન્ટાઈન ડે ઉજવી રહ્યા છે.


અંકિતા લોખંડેએ 14 ડિસેમ્બર 2021ના રોજ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા.
રોમેન્ટિક કપલ અંકિતા અને વિકી લગ્ન પછી તેમનો પ્રથમ વેલેન્ટાઈન ડેને ઉજવવા તૈયાર છે.


ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાએ તેના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે 5 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા.
લગ્ન બાદ કરિશ્મા તન્ના પતિ સાથે 14 ફેબ્રુઆરીએ તેનો પહેલો વેલેન્ટાઈન ડે ઉજવશે.