એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ આજે તેનો 46મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ચિત્રાંગદા સિંહનો જન્મ 30 ઓગસ્ટ 1976ના રોજ જોધપુરમાં થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચિત્રાંગદાનું નામ એ અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે જેમણે લગ્ન પછી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 2001 માં ચિત્રાંગદાએ ભારતના પ્રખ્યાત ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા. હાલ તેમના છૂટાછેડા થઈ ગયા છે. એકટ્રેસ પ્રથમવાર અલ્તાફ રાજાના આલ્બમ 'તુમ તો ઢહરે પરદેસી'માં જોવા મળી હતી. આ પછી તેણે 2003માં 'હઝારોં ખ્વાહિશે એસી'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. 2015માં ચિત્રાંગદાએ અક્ષય કુમારની ફિલ્મ 'ગબ્બર ઈઝ બેક'માં આઈટમ સોંગ 'આઓ રાજા' કરીને દર્શકોનું દિલ જીત્યું હતું. ફિલ્મ 'દેશી બોયઝ'માં અક્ષય કુમાર સાથેની ચિત્રાંગદાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જ્યોતિ રંઘાવા સાથેના લગ્ન જીવન દરમિયાન તેમને એક પુત્ર પણ થયો છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ