ભારતમાં ગૌમૂત્રને એક સંજીવની માનવામાં આવે છે. અનેક લોકો હદય, લીવર, અસ્થમા અને ડાયાબિટીસ માટે ફાયદાકારક માને છે
જોકે એક રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે
જોકે એક રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે
તાજા ગૌમૂત્રમાં સંભવિત હાનિકારક બેક્ટેરિયા હોઈ શકે છે. જેનું સેવન કરવામાં આવે તો તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે, કોઈપણ વ્યક્તિએ સીધું ગૌમૂત્ર પીવાનું ટાળવું જોઈએ જે તેમને બીમાર કરી શકે છે.
આ સંશોધન અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભેંસનું મૂત્ર ગૌમૂત્ર કરતાં વધુ અસરકારક છે
ભોજરાજ સિંહ અને 3 પીએચડી વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે સંશોધન UPની IVRIમાં કરવામાં આવ્યું હતું.
તંદુરસ્ત ગાયના દૂધમાં ઓછામાં ઓછા 14 પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. તેમાં Escherichia coliની હાજરી પણ જોવા મળે છે, જે પેટમાં ઈન્ફેક્શનનું કારણ પણ બને છે.
આ રિસર્ચમાં જે બાબતો સામે આવી છે તે ઓનલાઈન રિસર્ચ વેબસાઈટ રિસર્ચગેટમાં સામે આવી છે.
ગાય, ભેંસ અને મનુષ્યોના 73 પેશાબના નમૂનાઓના આંકડાકીય વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ભેંસનું પેશાબ ગાયના પેશાબ કરતા વધુ ફાયદાકારક છે.
S Epidermidis અને E Rhapontici જેવા બેક્ટેરિયા પર ભેંસનો પેશાબ વધુ અસરકારક છે.