હાર્દિક પંડ્યા એક સફળ ક્રિકેટર છે. તેમની કુલ સંપત્તિ કરોડોમાં છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને T20 વર્લ્ડ કપ 2024 ભારતીય ટીમના વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યા હાલ ચર્ચામાં છે સ્પોર્ટ્સ કીડામાં 29 ફેબ્રુઆરી 2024ના રોજ આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર , હાર્દિક પંડ્યાની કુલ સંપત્તિ લગભગ 91 કરોડ રૂપિયા છે. તેની કમાણી મોટાભાગે ક્રિકેટ રમીને અને જાહેરાતોમાંથી થાય છે. સ્પોર્ટ્સ કીડા અનુસાર, હાર્દિક દર મહિને લગભગ 1.2 કરોડ રૂપિયા કમાય છે. તેનો BCCI સાથે પણ કરાર છે જે તેને દર વર્ષે ₹5 કરોડ ચૂકવે છે. IPL 2022માં હાર્દિકને ગુજરાત ટાઇટન્સે 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હાર્દિક પંડ્યા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી લગભગ 55-60 લાખ રૂપિયાની કમાણી કરે છે હાર્દિકે હલાપ્લે, ગલ્ફ ઓઈલ, સ્ટાર સ્પોર્ટ્સ, જીલેટ, જગલ, સિન ડેનિમ બોટ, ઓપ્પો, ડ્રીમ 11, રિલાયન્સ રિટેલ, વિલન અને એસજી ક્રિકેટને સમર્થન આપ્યું છે.