વન-ડે ક્રિકેટની શરૂઆત લગભગ 54 વર્ષ પહેલા થઈ હતી. પરંતુ આજે આપણે વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનારા બેટ્સમેન વિશે વાત કરીશું.



દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સે વન-ડેમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે માત્ર 31 બોલમાં સદી ફટકારી હતી.



ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કોરી એન્ડરસને વેસ્ટ ઇન્ડીઝ સામે માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી.



પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને કેપ્ટન શાહિદ આફ્રિદીએ શ્રીલંકા સામે માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી.



ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે નેધરલેન્ડ્સ સામે માત્ર 40 બોલમાં સદી ફટકારી હતી.



યુએઈના આસિફ ખાને 2023માં નેપાળ સામે 41 બોલમાં સદી ફટકારી હતી.



દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન માર્ક બાઉચરે ઝિમ્બાબ્વે સામે 44 બોલમાં સદી ફટકારી હતી



વેસ્ટ ઇન્ડીઝ પૂર્વ બેટ્સમેન બ્રાયન લારાએ બાંગ્લાદેશ સામે 45 બોલમાં સદી ફટકારી હતી.



શાહિદ આફ્રિદીએ 2005માં ભારત સામે માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી.



ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓપનર જેસી રાયડરે 46 બોલમાં સદી ફટકારી છે.



ઇંગ્લેન્ડના જોસ બટલરે 2015માં પાકિસ્તાન સામે માત્ર 46 બોલમાં સદી ફટકારી હતી.