ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટના સૌથી શાનદાર ઓપનર્સમાં સામેલ છે 2016માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ તેમણે રાજનીતિ અને બિઝનેસમાં હાથ અજમાવ્યો હતો ગૌતમ ગંભીરના મેન્ટરશીપમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે આઇપીએલ 2024ની ટ્રોફી જીતી હતી હવે ગૌતમ ગંભીર ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના હેડ કોચ છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2024 સુધી ગૌતમ ગંભીરની કુલ સંપત્તિ લગભગ 265 કરોડ રૂપિયા છે. તે સિવાય તેમને દરરોજનું 21000 રૂપિયાનું ભથ્થુ પણ મળે છે આઇપીએલ 2024માં કોલકત્તાના મેન્ટર તરીકે ગંભીરે 25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી ગંભીર પાસે દિલ્હીના રાજેન્દ્ર નગરમાં 20 કરોડનું ઘર છે તેની પાસે ઓડી ક્યૂ5, બીએમડબલ્યૂ 530ડી અને મર્સિડિઝ જીએલએસ 350ડી જેવી શાનદાર કાર છે.