ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર 664 આંતરરાષ્ટ્રીય મેચમાં 74 વખત નોટ આઉટ રહીને 34357 રન બનાવ્યા છે. બીજા નંબરે રહેલા શ્રીલંકાના કુમાર સંગાકારાએ 594 આંતરરાષ્ટ્રીય મેચમાં 67 વખત અણનમ રહીને 28016 રન બનાવ્યા છે. ત્રીજા ક્રમે રહેલા ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 668 આંતરરાષ્ટ્રીય મેચમાં 70 વખત અણનમ રહીને 27483 રન નોંધાવ્યા છે. ચોથા ક્રમે રહેતા શ્રીલંકાના જયવર્ધનેએ 725 આંતરરાષ્ટ્રીય મેચમાં 62 વખત નોટઆઉટ રહીને 25957 રન બનાવ્યા છે. પાંચમા ક્રમે રહેલા સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેક કાલીસે 519 આંતરરાષ્ટ્રીય મેચમાં 97 વખત અણનમ રહીને 25534 રન બનાવ્યા છે. છઠ્ઠા ક્રમે રહેલા ભારતના વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 479 મેચમાં 80 વખત નોટ આઉટ પહીને 24426 રન બનાવ્યા છે. સાતમાં ક્રમે રહેલા ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડે 509 આંતરરાષ્ટ્રીય મેચમાં 72 વખત અણનમ રહીને 24208 રન બનાવ્યા છે. આઠમા ક્રમે રહેલા વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ 430 આંતરરાષ્ટ્રીય મેચમાં 38 વખત અણનમ રહીને 22358 રન નોંધાવ્યા છે. નવમા ક્રમે રહેલા શ્રીલંકાના સનથ જયસૂર્યાએ 586 આંતરરાષ્ટ્રીય મેચમાં 35 વખત અણનમ રહીને 21032 રન બનાવ્યા છે. 10 ક્રમે રહેલા વેસ્ટ ઈન્ડિઝના શિવનારાયણ ચંદ્રપોલે 454 આંતરરાષ્ટ્રીય મેચમાં 94 વખત નોટ આઉટ રહીને 20988 રન બનાવ્યા છે.