ટીવીની એવી અનેક વહુઓ છે, જેમનો રોલ સંસ્કારી વહુનો છે. પરંતુ રિયલ લાઇફમાં હાઈફાઈ ડિગ્રી ધરાવે છે. અનુપમા ઉર્ફે રૂપા ગાંગુલીએ હોટલ મેનેજમેન્ટ કર્યું છે. દયા ભાભી ઉર્ફે દિશા વાકાણીએ ડ્રામેટિક આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. અંગુરી ભાભી ઉર્ફે શુભાંગી અત્રે એમબીએ થઈ છે. ગોપી વહુ તરીકે જાણીતી દેવોલીના ભટ્ટાચાર્જીએ એનઆઈએફટીમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. જિયા માણેકે એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગનો કોર્સ કર્યો છે. પારૂણ ચૌહાણે મોડલિંગ સાથે જોડાયેલો કોર્સ કર્યો છે.