‘એક વિલન’ની સફળતા બાદ મેકર્સ આ ફિલ્મની સિક્વલ લઈને આવી રહ્યા છે. જેમાં અર્જુન કપૂર, જોન અબ્રાહમ દિશા પટણી અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

બુધવારે 'એક વિલન રિટર્ન્સ'ની પાર્ટી રાખવામાં આવી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પાર્ટીમાં દિશા અને તારાનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો હતો.

પાર્ટીમાં દિશા બ્લેક અને તારા બ્રાઉન બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી.

પોતાના પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત જોન અબ્રાહમ આ પાર્ટીમાં હાજર રહી શક્યો નહોતો. આ ફિલ્મ 8મી જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે